Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધો.૧માં પ્રવેશ માટે નવા નિયમ વિરૃધ્ધ વાલીઓ હાઇકોર્ટમાં

૨૪ એપ્રિલે જવાબ રજૂ કરવા ગુજરાત સરકાર, શિક્ષણ સચિવ, ડીઇઓ અને શાળાઓને નોટિસ

cradmin by cradmin
2023-04-11 11:26:42
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભવિષ્યની અસરો અંગે સહેજ પણ વિચાર કર્યા વગર ધો.૧માં પ્રવેશ માટે ગુજરાત સરકારે લાગુ કરેલી વય મર્યાદાના કારણે રાજ્યના ૩ લાખ વિદ્યાર્થીઓને અસર થઇ રહી છે.વડોદરાના ૫૪ વાલીઓએ આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થઇ હતી અને આ મામલે ગુજરાત સરકાર, શિક્ષણ સચિવ, ડીઇઓ અને શાળાઓને નોટિસ આપીને અગામી તારીખ ૨૪ એપ્રિલે જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.
‘વાલી આગેવાન એડવોકેટ હિતેશ ગુપ્તાએ આ અંગે વધુ પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ‘આખા ભારતમાં કોઇ સ્થળે નહી અને માત્ર ગુજરાતમાં જ જડતાપુર્વક નવા નિયમનો અમલ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આઝાદ ભારતના શિક્ષણ જગતમાં એક ઐતિહાસિક ઘટના બની રહી છે કે ધો.૧માં પ્રવેશ મેળવવા માગતા ૩ લાખથી વધુ બાળકોને આ વર્ષે ડ્રોપ લેવો પડશે અથવા તો જે લોકો ધો.૧માં હાલમાં છે અને ૬ વર્ષની ઉમર પુર્ણ નથી નથી તેમણે રિપીટ કરવુ પડશે.’
‘ગુજરાત સરકારે કોરોનાકાળમાં કે જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે વર્ષ ૨૦૨૦-૨૧માં નોટિફિકેશન બહાર પાડીને ધો.૧માં પ્રવેશ માટે ૬ વર્ષની ઉમર ફરજીયાત બનાવી દીધી એટલે કે નવા શૈક્ષણિક વર્ષમાં ૩૧ માર્ચ સુધીમાં જે બાળકોની ઉમર ૬ વર્ષ પૂર્ણ થઇ હોય તેમને જ ધો.૧માં પ્રવેશ મળશે. આ નોટિફિકેશન બહાર પડયું ત્યારે શાળાઓને પણ જાણ કરવામાં આવી ન હતી અને હવે અચાનક આ વર્ષથી નોટિફિકેશનના અમલ માટે સરકારે શાળાઓ પર દબાણ લાવી દીધુ છે. જેના કારણે ૩ લાખ બાળકોના ભવિષ્યનો સવાલ ઉભો થયો છે.’

જમ્મુ કાશ્મીર અને હરિયાણા સહિત તમામ રાજ્યોએ નિયમમાં સુધારો કર્યો
વાલી અગ્રણીઓનું કહેવું છે કે ‘દેશના અન્ય રાજ્યોમાં પણ ૩૧ માર્ચ સુધીમાં જે બાળકના ૬ વર્ષ પૂર્ણ થયા હોય તે બાળકને જ ધો.૧માં પ્રવેશ આપવો એવો નિયમ અમલમાં મુકાયો હતો પરંતુ ત્યાં વાલીઓએ જે તે સરકારોનું ધ્યાન દોરતા લાખો વિદ્યાર્થીઓના હિતમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણ સહિત તમામ રાજ્ય સરકારોએ નિયમ પાછો ખેંચી લીધો છે અથવા તો સુધારો કર્યો છે જેથી બાળકોનુ ભવિષ્ય બગડે નહી.

Previous Post

ભુલી જશો NEXON અને BREZZA! બજેટ પ્રાઈઝમાં જ આવી રહી છે Toyota Raize

Next Post

ધોલેરા-ભાવનગર હાઈવે પર અક્સ્માત સર્જાતા 25 ઈજાગ્રસ્ત: 5 ગંભીર

cradmin

cradmin

Related News

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
Next Post
ધોલેરા-ભાવનગર હાઈવે પર અક્સ્માત સર્જાતા 25 ઈજાગ્રસ્ત: 5  ગંભીર

ધોલેરા-ભાવનગર હાઈવે પર અક્સ્માત સર્જાતા 25 ઈજાગ્રસ્ત: 5 ગંભીર

પાકિસ્તાનના ક્વેટા માર્કેટમાં બ્લાસ્ટ, 4ના મોત

પાકિસ્તાનના ક્વેટા માર્કેટમાં બ્લાસ્ટ, 4ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.