પાકિસ્તાનમાં રાજનૈતિક ધમાસાણ ચાલી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના પ્રમુખ ઈમરાન ખાને તેમની ધરપકડ બાબતે એક મહત્ત્વપૂર્ણ દાવો કર્યો છે. તેઓ જણાવે છે કે, તેઓ અલ કાદિર ટ્રસ્ટ કેસની તપાસમાં શામેલ થવા માટે આ સપ્તાહે મંગળવારે ઈસ્લામાબાદની કોર્ટ જશે તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
ANIએ જણાવ્યું છે કે, ઈમરાન ખાને નિવેદન આપ્યું છે કે, સત્તાધારી ગઠબંધન તેમને રાજનૈતિક પરિદ્રશ્યમાંથી હટાવવાના દ્રઢ સંકલ્પ 2019ની સામાન્ય ચૂંટણીમાં હારવાના ડરથી ઉત્પન્ન થયો છે. તેમણે પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ કમર જાવેદ બાજવા પર તેમની સરકારને અસ્થિર કરવાની કોશિશનો આરોપ મુક્યો છે. ઈમરાન ખાને આંતરરાષ્ટ્રીય મીડિયાને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ‘મંગળવારે અલગ અલગ મામલે જામીન માટે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છું અને મારી ધરપકડ થવાના 80 ટકા ચાન્સ છે. વરિષ્ઠ નેતૃત્ત્વ અને મહિલાઓ સહિત 10,000થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.’ ઈમરાન ખાન મંગળવારે 11 વાગ્યે રજૂ થશે અને 2 જૂન સુધી જામીન પર છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના રેન્જર્સ કર્મીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ઈમરાન ખાનની ધરપકડ પછી PTI કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર, કરાંચી, ગુજરાંવાલા, ફૈસલાબાદ, મુલ્તાન, પેશાવર અને મર્દાન સહિત અનેક દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઈમરાન ખાનની 9 મેના રોજ ધરપકડ પછી તેમની સામે ત્રણ કેસ દાખળ કરવામાં આવ્યા હતા, જે બાબતે લાહોરની એક કોર્ટે શુક્રવારે જામીન મંજૂર કર્યા હતા.





