ભાવનગરના જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં એÂપ્લકેશન મારફત ક્રિકેટ મેચનો રમતા મહુવાના બે શખ્સને એલસીબીએ ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જવેલ્સ સર્કલ પાસે મોબાઈલ ફોનમાં હાલમાં ચાલી રહેલી ક્રિકેટ મેચ ઉપર ગુગલ ક્રોમની એÂપ્લકેશનમાં આઈડી અને પાસવર્ડ વડે હાર જીતના સોદા કરી જુગાર રમતા નટુભાઈ જાધાભાઈ બારૈયા ( રહે ભારતનગર, મહુવા ) તેમજ હરદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ( રહે. વિજયનગર, વીટીનગર પાસે મહુવા ) ને ઝડપી લઇ બંનેના કબજામાંથી ૦૨ નંગ મોબાઈલ તેમજ રૂ. ૨૦૦ રોકડા મળી કુલ રૂ. ૪૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.