Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના નિર્ણય સામે સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. નોંધનીય છે કે શિવસેનાએ રાજ્યપાલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી. હવે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ફ્લોર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવતું નથી. એટલે કે મહારાષ્ટ્રમાં રાજ્યપાલના નિર્દેશ પ્રમાણે ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ થશે.

શિંદે જૂથના વકીલ નીરજ કિશન કૌલને સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે નારાજ જૂથમાં કેટલા સભ્ય છે. કૌલે જવાબ આપ્યો કે 55માંથી 39 અલગ થઈ ચુક્યા છે. શિંદે જૂથ તરફથી કૌલે કહ્યુ કે, અમે નારાજ નથી, અસલી શિવસેના છીએ, કારણ કે અમારી પાસે બહુમત છે. બળવાખોર ધારાસભ્યો તરફથી સીનિયર વકીલ મનિંદર સિંહ પણ રજૂ થયા હતા. તેમણે કહ્યું, કોર્ટ હંમેશા ફ્લોર ટેસ્ટ કરાવવા માટે બેઠી છે ન કે તેને ટાળવા માટે. તેમણે કહ્યું કે શિવસેનાની પાસે માત્ર 16 ધારાસભ્યો છે. જ્યારે અમારી પાસે 39 ધારાસભ્યો છે.
નીરજ કિશન કૌલે શિવરાજ સિંહ ચૌહાણ (2000)માં સુપ્રીમ કોર્ટના નિર્ણયને વાંચ્યો, જેમાં વિશ્વાસ મત આ મુદ્દાથી એક અલગ રીતે સંચાલિત થાય છે શું ધારાસભ્યોના રાજીનામાને સ્વચ્છાએ સ્વીકાર્યા છે કે આર્ટિકલ 10 પ્રમાણે નિર્ણય થયો. કૌલે તર્ક આપ્યો કે તમે શક્તિ પરિક્ષણમાં જેટલો વિલંબ કરશો, લોકતાંત્રિક રાજનીતિને પણ એટલું નુકસાન થશે.