મણિપુરમાં કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે રાત્રે નોની જીલ્લાનાં તુપુલ રેલ્વે સ્ટેશન નજીક107 ટેરિટોરિયલ આર્મી કેમ્પ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટના પછી ડઝનબંધ સૈનિકો માટીમાં દટાઈ ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 7 જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 13 જવાનોને બચાવી લેવામાં આવ્યા છે. હજી પણ 30-40 થી વધુ જવાનો માટીમાં દબાયેલા છે. આ અંગે મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઘાયલોની મદદ માટે ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી બિરેન સિંહે દુર્ઘટનાં બાદ ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઘાયલોને સારવાર માટે નોની આર્મી મેડિકલ યુનિટમાં લાવવામાં આવ્યા છે. ભૂસ્ખલનને કારણે ઈજાઈ નદીના વહેણને અસર થઈ છે.
આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં 10 દિવસમાં અત્યાર સુધીમાં લગભગ 135 લોકોના મોત થયા છે. જ્યારે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે.