: મોદી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ નાના વેપારીઓને બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવાની તૈયારીઓ કરી રહી છે. તેનાથી વેપારીઓ અને એમએસએમઈનેᅠગીરવે રાખ્યાᅠવગર સસ્તી લોન મળશે. જાણવા મળી રહ્યું છે કે બિઝનેસ ક્રેડિટ કાર્ડ રાષ્ટ્રીય સ્તર પર લોન્ચ કરવામાં આવશે અને SIDBI વ્યાપર કાર્ડ માટે નોડલ એજન્સી હશે. સમિતિએ આ અંગે નાણાં મંત્રાલય તેમજ વિવિધ બેંકો સાથે પણ વાતચીત કરી છે. આ કાર્ડની ક્રેડિટ સીમા ૫૦ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની હશે. એટલે કે નાના વેપારીઓ એ લાખ સુધીની લોન લઇ શકશે.
કોરોના સમયગાળા પછી, દેશના MSME ક્ષેત્ર (લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ને સૌથી મોટો આંચકો લાગ્યો છે. એટલું જ નહીં, નોટબંધી અને GSTની અસર પણ આ વિસ્તાર પર પડી છે. આ ક્ષેત્રને રાહત આપવા માટે નાણા અંગેની સંસદીય સ્થાયી સમિતિએ કિસાન ક્રેડિટ કાર્ડની તર્જ પર નાના ઉદ્યોગ સાહસિકોને ‘વ્યાપાર ક્રેડિટ કાર્ડ’ની ભલામણ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારે તેનો સ્વીકાર કરી લીધો છે અને ટૂંક સમયમાં આ યોજના લાગુ કરવામાં આવશે.