માથું ઓળીને વાળની ગૂંચ ખુલ્લામાં ફેંકી દેવાની માનવીઓની ટેવ પક્ષી પ્રજાતિ માટે વિનાશ નોતરે છે. આજે ઘોઘાગેટ નજીક એક પોપટ મૃત હાલતે મળી આવ્યો હતો. તેના પગ અને પાંખમાં માનવીના માથાના વાળ તથા દોરા ફસાયેલા જાેવા મળ્યા હતા. પગમાં વાળ અને દોરા ફસાતા આ પોપટ ઉડી શક્યો ન હતો જેના કારણે ભૂખ્યો તરસ્યો મોતને ભેટ્યો હોવાનું અનુમાન છે. જીવદયા પ્રેમી અને જય માળનાથ મહાદેવ ગ્રુપના હરિભાઈ શાહએ અપીલ કરી જણાવ્યું હતું કે માનવીઓની ખોટી જીવન પઘ્ધતી પક્ષી જગત માટે વિનાશ સર્જે છે આ સામે લોકોએ જાગૃત થવા ખાસ જરૂર છે.