સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં ઉછાળો યથાવત છે. બુધવારે ૨૦૦ થી વધુ કેસ નોંધાયા બાદ ગુરુવારે કોરોના કેસ ૧૫૦ ને પાર પહોચી ગયા હતા. રાજકોટ જિલ્લામાં ૭૩ સહિત સૌરાષ્ટ્રમાં વધુ ૧૬૫ દર્દી ચેપગ્રસ્ત થયા છે.
રાજકોટ શહેરમાં કોરોનાના ૩૮ કેસ સામે આવ્યા છે. એક પણ દર્દી ડીસ્ચાર્જ ન થતા એક્ટીવ કેસ ૩૦૧ થઇ ગયા છે. જયારે ગ્રામ્યમાં વધુ ૩૫ દર્દી કોરોનાગ્રસ્ત થયા છે. અમરેલીમાં ૨૯ તો મોરબીમાં ૧૩ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સિવાય જામનગર શહેરમાં ૧૧ અને ગ્રામ્યમાં ૧ મળી કુલ ૧૨ દર્દી સામે આવ્યા છે. ભાવનગર શહેરમાં ૭ અને ગ્રામ્યમાં ૩ મળી ૧૦ દર્દી તો પોરબંદરમાં પણ ૧૦ દર્દીને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરેન્દ્રનગરમાં ૮, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં કોરોનાના ૪-૪ દર્દી ઉમેરાયા છે. જયારે જૂનાગઢ શહેરમાં ૧ અને ગ્રામ્યમાં ૧ મળી ૨ દર્દી કોરોના પોઝીટીવ સામે આવ્યા છે. બોટાદ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લામાં કોરોના સંક્રમણ ફ્લાયું છે અને તેમાં પણ રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે.