愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી રામચરિત માનસના સર્જક પૂ.ગોસ્વામી તુલસીદાસજીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષે પૂ.મોરારીબાપુની સન્નિધીમાં સને ૨૦૧૦ થી શરૂ થયેલી શૃંખલા ચાલુ વર્ષે સને ૨૦૨૨માં ૧૨ મણકા તરીકે ચતુર્દિવસીય તુલસી જન્મોત્સવના ભાગરૂપે સંપન્ન થઈ. રામચરિત માનસના વિદ્વાનો અને આ ક્ષેત્રમાં પ્રદાન કરનાર સંસ્થાઓને વિશિષ્ટ રીતે વંદના કરવા તુલસી એવોર્ડ,વ્યાસ અને વાલ્મિકી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.આ એવોર્ડ મેળવનાર મહાનુભાવને સૂત્રમાલા, પ્રશસ્તિપત્ર અને સવા લાખ રૂપિયાની રાશિથી વંદના કરવામાં આવે છે.ચાલુ વર્ષે મહાનુભાવોને પસંદ કરીને તેની વંદના ગુરૂવારના કૈલાશ ગુરુકુળ મહુવાના જગતગુરૂ આદિ શંકરાચાર્ય સભાગૃહમાં કરવામાં આવી. આ એવોર્ડ પ્રાપ્ત કરનારાં વિદ્વાનોમાં વાલ્મીકિ એવોર્ડ પુ.જગદગુરુ રાધવાચાર્યજી મહારાજ (અયોધ્યા), વિજયશંકર દેવશંકર દયાશંકર પંડ્યા (અમદાવાદ), રામાયણ સીરીયલના નિર્માતા સ્વ.રામાનંદ સાગરને અપાયેલો એવોર્ડ તેમના પુત્ર પ્રેમસાગરે સ્વીકાર્યો હતો.વ્યાસ એવોર્ડ ભાગવતાચાર્ય પૂ. શરદભાઈ વ્યાસ, કુંભણ વાળા (ધરમપુર), આચાર્ય ગોસ્વામી મૃદુલ કૃષ્ણજી મહારાજ (વૃંદાવન)ના પ્રતિનિધિ ઉમાશંકરજીને તથા મહાભારત સીરીયલના નિર્માતા બી. આર. ચોપરાનો એવોર્ડ તેના પ્રતિનિધિ સુશ્રી પ્રીતિબેન વખારીયાએ સ્વીકાર્યો હતો. તૃતિય ક્રમના તુલસી એવોર્ડ સુશ્રી રામબેન હરિયાણી (જયપુર), મુરલીધરજી મહારાજ (ઓમકારેશ્વર) અને મહંત રામ હૃદયદાસજી (ચિત્રકૂટ ધામ સતના મધ્યપ્રદેશ)ની વંદના થઈ હતી. એવોર્ડ સમારંભમાં પોતાની વાણીથી મુખરિત કરતાં પુ. મોરારીબાપુએ કહ્યું કે આ ત્રિભુવન ગ્રંથનું જે વિદ્વાનો પોતાના મુખથી ગાયન કરી રહ્યાં છે તે બધાં જ મહદની ‘પાદુકા અભિષેક’ કરવાનું ખૂબ ગમે છે. આ એવોર્ડ ઉપક્રમ તે માત્ર એક કડીરૂપ છે, માધ્યમ છે.પરંતુ વાસ્તવમાં આપ સૌની વંદના અંદરથી ઊર્જાના ભાવો પ્રગટ કરે છે.” શાયરી તો ર્સિફ બહાના હૈ અસલી મકસદ તો આપકો રીજાના હૈ” તલગાજરડા ઇચ્છે છે કે આ ભૂમિ પર આ ઉપક્રમ સતત પ્રજવલિત રહે.આપ સૌ આવતાં રહેજાે.હવે પછીના મણકામાં આપણે આ ચતુર્દિવસીય મહોત્સવને સપ્તકમાં બદલી દઈએ તેવો મનોરથ પણ છે.કોઈએ સૂચન પણ કર્યું કે તુલસીજીના નામ સાથે વંદના થતી હોય તો રત્નાવલીજીને પણ આપણે યાદ ન કરી શકીએ..!? તો રત્નાવલી એવોર્ડ તરીકે પણ એક માતૃશક્તિની વંદના ભવિષ્યમાં આપણે કરીએ.કથા વાંચકોએ પાંચ વસ્તુઓનું પર તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખવું જાેઈએ. કથન,શ્રવણ,સ્મરણ,ગાયન અને અનુમોદન તેમાં નર્તનને પણ આપણે જાેડી શકીએ. જે કહેવું છે તે સ્પષ્ટ અને કોઈપણ બાબતમાં તટસ્થ થઈને કહેવું જાેઈએ.લોકો તો વાત કરવાનો મોકો શોધતાં હોય છે. પરંતુ જે ભજન કરે છે તેમને કોઈની કોમેન્ટમાં ધ્યાન આપવાની જરૂર નથી.બુદ્ધ પુરુષો દીક્ષા અને ભિક્ષા દે છે. દરેક વ્યક્તિએ પોતાનું અને રામચરિત માનસ એમ બંનેના ચરિત્રને સંભાળવાના હોય છે.ત્રણ બાબતો પર ખૂબ જરૂરી છે તમે જે ગાઓ છો, તેના પર ગુણાતીત શ્રદ્ધા હોવી જાેઈએ.બીજું અવસર મળે ત્યારે સાધુસંગ કરી લેવો અને છેલ્લું જે શરણમાં પ્રેમ હોય તેનું ભજન કરી લેવું. વ્યાસ કોઈ ફ્રેમમાં મઢી શકાય નહીં. સાધુમાં દ્વેષ ન હોય અને જે સૌનું ઇષ્ટ ઈચ્છે તે સાધુ. મોરારીબાપુએ તલગાજરડાના ચિત્રકૂટ ધામના નામકરણની સરસ તાર્કિક દલીલ આપી હતી. ભારતભરના ભાગવત, રામાયણ, મહાભારત અને વેદ -ઉપનિષદ જેવાં સંસ્કૃતના ગ્રંથના અનેક વિદ્વાનો ખૂબ મોટી સંખ્યામાં ચાર દિવસ સુધી મહુવાના કૈલાશ ગુરુકુળ ખાતે પૂજ્ય મોરારીબાપુની આતિથ્યભાવનાથી ગદગદિત થઈ ગયાં હતાં.આ સમગ્ર કાર્યક્રમનું ભાવવરણ તુલસીમય બની ગયું હતું. મંચનું સંચાલન હરીશચંદ્રભાઇ જાેશીએ તથા વ્યવસ્થા સંકલનમાં જયદેવભાઈ માકડ તેમજ ગુરુકુળના છાત્રો સક્રિય રહ્યા હતા.






