ભાવનગર જિલ્લાના તાલુકા પંથકમાં છેલ્લા ચારેક દિવસથી પડી રહેલા વરસાદનું જાેર હવે મોળુ પડ્યું છે ગઈકાલે જિલ્લાના વલભીપુર, ઉમરાળા અને ઘોઘા પંથકમાં હળવા ભારે ઝાપટા પડ્યા હતા અન્ય તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની કરેલી આગાહીના પગલે ભાવનગર જિલ્લાના વલભીપુર, ઉમરાળા, ગારીયાધાર, સિહોર, સહિત તાલુકાઓમાં તેમજ અમરેલીના બાબરા સહિત વિસ્તારોમાં જાેરદાર વરસાદ પડ્યો હતો જેના કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થવા પામી હતી ઉપરવાસના વરસાદના કારણે ભાવનગર જિલ્લાની નદીઓ પણ બે કાંઠે વહી હતી ભાવનગર જિલ્લાના અનેક ડેમોમાં નવા પાણી આવ્યા છે જ્યારે ધારીનો ખોડીયાર, ગઢડાનો કાળુભાર સહિતના ડેમો ઓવરફલો થઈ ગયા છે જ્યારે શેત્રુંજી ડેમમાં પણ ૭૦% થી વધુ પાણીનો સંગ્રહ થઈ ગયો છે.
ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા પંથકમાં ગઈકાલે મંગળવારે અડધા ઇચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે ઘોઘા પંથકમાં જાેરદાર ઝાપટા વરસ્યા હતા ભાવનગર શહેરમાં ગઈકાલે મંગળવારે દિવસભર ભારે બફારાનો અનુભવ રહ્યો હતો પરંતુ વરસાદ પડ્યો ન હતો ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં આઠ તાલુકામાં ચોમાસાની સિઝનનો ૫૦%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે જેસર અને ઘોઘા તાલુકામાં હજુ ૪૦% વરસાદ પણ નોંધાયો નથી ભાવનગર જિલ્લામાં સીઝનનો એવરેજ ૬૧.૭૧% વરસાદ નોંધાયો છે