dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવાનને આ જ વિસ્તારમાં રહેતા શખ્સ સાથે મોટરસાયકલ અથડાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ જતા મામલો બીચક્યો હતો અને બંને જૂથ વચ્ચે મારામારી થતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ગાયત્રીનગરની પાછળ રહેતા હિત કરણસિંહ રતુભા ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ભાઈ મહિપતસિંહના પુત્ર પ્રયાગરાજસિંહનું મોટરસાયકલ આજ વિસ્તાર ખાતે રહેતા જયવીર સાથે અથડાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મીત, અલ્પેશનો દીકરો જયવીર, અલ્પેશભાઈ અને ચાર અજાણ્યા શખ્સોએ લાકડા સાથે ધસી આવી પ્રયાગરાજસિંહ તથા પિતા મહિપતસિંહ અને હિત કરણસિંહને ગાળો આપી લાકડા મારી ઈજા પહોંચ્યાની પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. જ્યારે આ બનાવ અંગે અલ્પેશ વિનુભાઈ રાઠોડે ધ્રુવરાજસિંહ ઉર્ફે રાજા, રીન્કુ, હિત કરણસિંહ મહિપતસિંહ અને પ્રયાગરાજ સિંહ વિરુદ્ધ વળતો હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે ગુનો નીંધી તપાસ હાથ ધરી હતી.





