Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

રશિયાની યુદ્ધની કમાણી અને તેની આર્થિક શક્તિને તોડવા માટે ઇયુ દ્વારા 21મા પ્રતિબંધ પેકેજનો નવો પ્રસ્તાવ તૈયાર

dharmendravaghela by dharmendravaghela
2026-06-10 11:59:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુરોપીયન યુનિયન હવે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે એક બહુ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. રશિયાની યુદ્ધની કમાણી અને તેની આર્થિક શક્તિને તોડવા માટે ઇયુ દ્વારા 21મા પ્રતિબંધ પેકેજનો નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા આકરા નિયમોની સીધી અસર ભારતની કેટલીક કંપનીઓ પર પણ પડી શકે તેમ છે.

Advertisement

આક્ષેપ છે કે ભારત, ચીન અને UAE સહિત 6 દેશોની આશરે 50 જેટલી કંપનીઓ રશિયાને આડકતરી રીતે મદદ કરી રહી છે, જેથી યુરોપીયન યુનિયન હવે આ કંપનીઓ પર નિકાસ પ્રતિબંધ (એક્સપોર્ટ કંટ્રોલ) લાદવાની તૈયારીમાં છે. યુરોપીયન કમિશનના વાઇસ પ્રેસિડેન્ટ કાજા કલાસે આ અંગે જણાવ્યું છે કે, બ્રસેલ્સ છેલ્લા બે વર્ષમાં રશિયા વિરુદ્ધ આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી કડક પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. જોકે, આ નિયમોને સત્તાવાર રીતે લાગુ કરતાં પહેલાં યુરોપીયન સંઘના તમામ સભ્ય દેશો સાથે તેની ચર્ચા કરવામાં આવશે અને તેમની મંજૂરી લેવામાં આવશે.

નવા પ્રતિબંધ પેકેજનો મુખ્ય વ્યૂહાત્મક હેતુ રશિયાના સૈન્ય-ઔદ્યોગિક માળખાને નબળો પાડવાનો અને યુદ્ધ માટે થઈ રહેલા ફંડિંગને અટકાવવાનો છે. એક્સપોર્ટ બૅનનો સામનો કરી રહેલી 50 કંપનીઓની યાદીમાં ભારત ઉપરાંત ચીન, તુર્કિયે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોની કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત, ડ્રોન મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી 30થી વધુ નવી સંસ્થાઓ અને કંપનીઓને પણ આ બ્લેકલિસ્ટમાં ઉમેરવામાં આવી છે.

બેન્કો અને ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ પર મોટો એક્શન પ્લાન

રશિયાને વર્તમાન પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરનારા દેશોની બેંકો, હથિયાર બનાવતી કંપનીઓ, ઓઇલ ટ્રેડર્સ, રિફાઇનરીઓ અને ક્રિપ્ટો ઓપરેટરોને આ પ્રસ્તાવમાં સીધા નિશાન બનાવવામાં આવ્યા છે. અંદાજે 90 જેટલી બેંકોની અસ્કયામતો (પ્રોપર્ટી) ફ્રીઝ કરવામાં આવી શકે છે. આ સિવાય, રશિયા અને અન્ય દેશોની 30થી વધુ બેંકોના ટ્રાન્ઝેક્શન પર કડક નજર રાખવામાં આવશે. આ પેકેજ અંતર્ગત 11 જેટલા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ દ્વારા થતા નાણાકીય વ્યવહારો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.

Tags: eu bans indian companiesrussia
Previous Post

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

Next Post

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

dharmendravaghela

dharmendravaghela

Related News

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

September 15, 2026
Next Post

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ 'વાયા દિલ્હી' !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે 'કોલ્ડવોર' તેજ

112ની સતર્કતાથી રડતા બાળકનું પરિવાર સાથે પુનર્મિલન:ટાણા ચોકડી નજીકથી વિખૂટા પડેલા બાળકને દાદાને સોંપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.