Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળ્યું : કપરાડામાં ૧૫.૫ ઇંચ વરસાદ

કપરાડામાં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું,વલસાડ અને નવસારીમાં ભારે વરસાદના પગલે અનેક માર્ગો થયા બંધ : મધુવન ડેમના દરવાજા ખોલવામાં આવતા દમણગંગા નદીમાં પૂર

dharmendravaghela by dharmendravaghela
2026-07-22 12:13:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે.આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા વલસાડ અને નવસારી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.વલસાડના કપરાડામાં ૨૪ કલાકમાં ૧૫.૫ ઇંચ વરસાદ પડયો હતો.

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
વાપી શહેરમાં પડેલાં દેમાર વરસાદને કારણે જગનપાર્કના અનેક રો-હાઉસમાં પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત જીઆઈડીસીની સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, હરિયા હોસ્પિટલ રોડ, કસ્ટમ રોડ અને સ્વામિનારાયણ ગુરુકુલ રોડ જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના બંને મહત્વના રેલવે ગરનાળામાં પાણી ભરાતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી અને ગટર સફાઈના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ગટર યોજનાઓ નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. બુધવારે સવારે 7 વાગ્યે ડેમમાં 1,02,166 ક્યુસેક પાણીની આવક નોંધાતાં સપાટી 74.35 મીટરે પહોંચી હતી. સ્થિતિને પહોંચી વળવા ડેમના 7 દરવાજા 3.10 મીટર અને 1 દરવાજો 1.40 મીટર ખોલીને દમણગંગા નદીમાં 99,808 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે દમણગંગા નદી બંને કાંઠે વહી રહી છે.

 

Tags: heavy rainkaprada
Previous Post

ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળા ખાતે વાંચન શિબિર યોજાઈ

Next Post

રાજ્યના ૧૭૩ જિલ્લામાં ૧૫ ઇંચ સુધીનો વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનની નવી સરકારમાં ભારતીય મૂળના કનિષ્ક નારાયણની એઆઈ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ

July 22, 2026
અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં આયાત કરતી જેનરિક દવાઓ ઉપર ૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી

July 22, 2026
સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયા સાથે પરમાણુ કરારને અમેરિકાની લીલી ઝંડી

July 22, 2026
Next Post
રાજ્યના ૧૭૩ જિલ્લામાં ૧૫ ઇંચ સુધીનો વરસાદ

રાજ્યના ૧૭૩ જિલ્લામાં ૧૫ ઇંચ સુધીનો વરસાદ

આસામમાં પૂરની સ્થિતિએ વધુ ૨૧ લોકોનો જીવ લીધો : કુલ મૃત્યુઆંક ૩૧ થયો

આસામમાં પૂરની સ્થિતિએ વધુ ૨૧ લોકોનો જીવ લીધો : કુલ મૃત્યુઆંક ૩૧ થયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.