Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જૂની અદાવતમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

નાની માંડવાળી ગામના ખેડૂતને અગાઉની ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરી આરોપીએ લાકડાના ધોકા સાથે હુમલાનો પ્રયાસ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-07-24 12:00:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે રહેતા અને ખેતી કરતા હરપાલભાઈ પ્રવીણભાઈ બાટી (ગઢવી) ગત તા. ૨૩ જુલાઈના રોજ પોતાના નાના ભાઈ સિદ્ધરાજ સાથે કારમાં વરલ ગામે દરણું દળાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સાંજના સુમારે વરલ રોડ પર કાળભૈરવ આશ્રમ પાસે નાની માંડવાળીના જ હર્ષદદાન નાનાભાઈ બાટીએ પોતાની સફેદ બ્રેઝા કાર તેમની કાર સામે અચાનક ઊભી રાખી દીધી હતી. હર્ષદદાન હાથમાં લાકડાનો ધોકો લઈને નીચે ઉતરતાં બંને ભાઈઓ ગભરાઈને કાર લઈને ભાગ્યા હતા.
જોકે, આરોપીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરી થોડે દૂર તેમને આંતર્યા હતા અને બિભત્સ ગાળો ભાંડી હતી. આરોપીએ “મારી વિરુદ્ધ અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેજે, નહીંતર તને જીવતો નહીં રહેવા દઉં” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાથી ડરી ગયેલા હરપાલભાઈએ તુરંત ૧૧૨ હેલ્પલાઈન પર જાણ કરી હતી અને સિહોર પોલીસ મથકે દોડી ગયા હતા. હાલ ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે હર્ષદદાન બાટી વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૫૨ અને ૩૫૧(૩) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: Firtalaja police
Previous Post

ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા હી સંગઠન‘ના ભાવ સાથે 24×7 હેલ્પલાઇન સેવા/ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

Next Post

પાલીતાણાના મોટી પાણીયાળી ગામે જમીન બાબતે કૌટુંબિક કાકાનો પરિવાર પર હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

પાલીતાણાના મોટી પાણીયાળી ગામે જમીન બાબતે કૌટુંબિક કાકાનો પરિવાર પર હુમલો

મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

મહુવામાં ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે કહી વેપારીને માર માર્યો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.