Friday, August 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુદ્ધની ધમકી

સ્વતંત્રતા દિવસે ઇસ્લામાબાદમાં યોજાયેલા 'યાદગાર-એ-ફતહ' કાર્યક્રમમાં ભારતને સીધી ચેતવણી આપી

dharmendravaghela by dharmendravaghela
2026-08-14 13:18:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારત સામે આક્રમક તેવર બતાવ્યા છે. ઇસ્લામાબાદમાં તેમણે સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને ચેતવણી આપી હતી. શરીફે કહ્યું કે, પાકિસ્તાનના પાણીનું એક-એક ટીંપું તેની ‘રેડ લાઇન’ છે. તેમણે મે 2025ના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરી, ભારતને વધુ તાકાતથી જવાબ આપવાની ધમકી આપી. જોકે, તેમણે યુએસ પ્રમુખ ટ્રમ્પનો સીઝફાયર કરાવવા બદલ આભાર માન્યો હતો.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભારત સામે ફરી એકવાર આક્રમક અને તીખા તેવર બતાવ્યા છે. ઇસ્લામાબાદમાં યોજાયેલા ‘યાદગાર-એ-ફતહ’ કાર્યક્રમ દરમિયાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ અંગે ભારતને સીધી ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીંપું તેની ‘રેડ લાઇન’ છે અને જો ભારત પોતાના વલણથી પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025માં થયેલા પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી, ત્યારથી જ પાકિસ્તાન છંછેડાયેલું છે. આ ઉપરાંત મે 2025માં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે પાકિસ્તાનમાં ડીપ સ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા.
શાહબાઝ શરીફે મે 2025ના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “પાકિસ્તાન શાંતિ, સન્માન અને ગૌરવ સાથે ઊભું છે, પરંતુ તેને અમારી નબળાઈ ન સમજવી જોઈએ પોતાના સંબોધનમાં પાકિસ્તાની વડાપ્રધાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમયસર સીઝફાયર કરાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, જેનાથી લાખો લોકોના જીવ બચ્યા હતા.
ચીન, તૂર્કિયે અને સાઉદીને સંકટ સમયના મિત્ર કહ્યા


શાહબાઝ શરીફે ચીનને પાકિસ્તાનનો એવો મિત્ર ગણાવ્યો જે દરેક મુશ્કેલ સમયમાં હિમાલયની જેમ અડીખમ ઊભો રહ્યો છે. આ ઉપરાંત તેમણે સાઉદી અરેબિયા સાથે થયેલા સંરક્ષણ કરાર અને તેમાં તૂર્કિયેના જોડાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. એક તરફ શાંતિની વાતો અને બીજી તરફ ભારત સામે આક્રમક ધમકીઓ આપતું શાહબાઝ શરીફનું આ નિવેદન દર્શાવે છે કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવા છતાં પાકિસ્તાન તરફથી રાજકીય નિવેદનબાજી અને ઝેર ઓકવાનું ચાલુ જ છે.

Tags: pakistanshehbaz sharifsindhu treaty
Previous Post

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

Next Post

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો
આંતરરાષ્ટ્રીય

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

August 14, 2026
ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!
આંતરરાષ્ટ્રીય

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

August 14, 2026
ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો

August 14, 2026
Next Post
ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ડ્રોન પર 100% ટેરિફ ઝીંક્યો

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.