Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

IC-814 વેબ સીરિઝ વિવાદ બાદનેટફ્લિક્સની પલટી

શોના વાંધાજનક કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે સંમત

dharmendravaghela by dharmendravaghela
2024-09-04 12:13:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લેટેસ્ટ વેબ સીરિઝ ‘IC 814: The Kandahar Hijack’માં નામ બાબતે ભારે હોબાળો મચ્યા બાદ અંતે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે પોતાની ભૂલ સ્વિકારી લીધી છે અને શોના વાંધાજનક કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે નેટફ્લિક્સે અમે સીરિઝનાં ડિસ્ક્લેમરમાં અપડેટ કરીને આતંકવાદીઓના અસલી નામ અને કોડ આપ્યા છે.
નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટના વડા મોનિકા શેરગીલે આજે કહ્યું છે કે, ‘1999માં ભારતીય એરલાઈન્સની ફ્લાઈટ 814ના અપહરણને ન જાણનારા દર્શકો માટે વેબસિરીઝના શરૂઆતના ડિસ્ક્લેમરને અપડેટ કરવામાં આવ્યું છે, જેમાં અપહરણકર્તાઓના વાસ્તવિક કોડ અને નામ સામેલ કરાયા છે. ભારતમાં કહાની કહેવાની સ્મૃદ્ધ સંસ્કૃતિ છે અને અમે આ કહાનીઓ અને તેના પ્રામાણિક પ્રતિનિધ્તવને દર્શાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
ઉલ્લેખનીય છે કે, આ સીરિઝમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીરિઝમાં નામ અંગે ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર થઈને સ્પષ્ટીકરણ આપવા કહ્યું હતું. નેટફ્લિક્સ હેડ મોનિકા શેરગિલ સરકાર સમક્ષ હાજર થઈ હતી.
મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. અંતે નેટફ્લિક્સે કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ વેબ સીરિઝ ‘IC 814: The Kandahar Hijack’ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. આ સિવાય એ પણ ખાતરી આપવામાં આવી કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પર જે પણ ફિલ્મો કે વેબ સીરિઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

Tags: IC-814indianetflix
Previous Post

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત દેશમાં પહેલા નંબરે

Next Post

વિનેશ ફોગાટ-બજરંગ પૂનિયા લડી શકે છે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
વિનેશ ફોગાટ-બજરંગ પૂનિયા લડી શકે છે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી

વિનેશ ફોગાટ-બજરંગ પૂનિયા લડી શકે છે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી

દિલ્હીથી વિશાખાપટ્ટનમ જતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકીથી અફડાતફડી

દિલ્હીથી વિશાખાપટ્ટનમ જતા વિમાનમાં બોમ્બ હોવાની ધમકીથી અફડાતફડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.