Friday, August 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અત્યંત આકરી પ્રતિક્રિયા આપી

dharmendravaghela by dharmendravaghela
2026-06-27 12:17:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યા રામ મંદિરના દાન પાત્રમાંથી કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાનો મામલો હવે

દેશભરમાં ગરમાયો છે. આ ગંભીર મુદ્દે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અત્યંત આકરી

પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપીઓની સરખામણી રાવણ સાથે કરતા જણાવ્યું કે, “આ લોકો પણ

રાવણ જ છે, બસ તેમના રૂપ બદલાઈ ગયા છે. રાવણે માતા જાનકીનું હરણ કર્યું હતું, જ્યારે આ લોકોએ

રામ મંદિરના દાન પાત્રમાંથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, શ્રદ્ધા અને ભરોસો ચોર્યા છે.” તેમણે ઉમેર્યું કે,

સીતાજીનું હરણ કરનાર રાવણના વંશનો નાશ થયો હતો, તેમ રામ મંદિરમાં ચોરી કરનારાઓને સરકારી

દંડ તો મળશે જ, પરંતુ ભગવાન પણ તેમને મહાદંડ આપશે.
આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના પ્રારંભિક

અહેવાલ બાદ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં પહેલી FIR નોંધવામાં આવી છે. આ

કેસમાં 8 લોકોને નામજોગ કરીને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં

અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા,

સુભાષ શ્રીવાસ્તવ અને રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય

સંહિતા (BNS) ની વિવિધ કલમો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

SIT ના વડા વિજય વિશ્વાસ પંતે પોતાનો રિપોર્ટ સોંપ્યા બાદ આ કડક એક્શન લેવાયા છે.
બીજી તરફ, આ મામલે રાજકીય અને સામાજિક વિવાદ પણ શરૂ થઈ ગયો છે. બાબરી વિધ્વંસ કેસના

અગ્રણી આરોપી રહી ચૂકેલા સંતોષ દુબેએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કાર્યપ્રણાલી પર ગંભીર

સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ કેસમાં માત્ર નાના સ્તરના કર્મચારીઓ સામે જ

કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અસલી જવાબદારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંતોષ દુબેએ

ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો ડૉ. અનિલ મિશ્રા, ચંપત રાય અને ગોપાલ રાવ પર નિશાન સાધતા કહ્યું કે,

જેમના પર વ્યવસ્થાની મુખ્ય જવાબદારી હતી તેમની સામે કોઈ પગલાં કેમ નથી લેવાયા? તેમણે આ

મામલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સત્ય સામે લાવવાની માંગ કરી છે.

 

Tags: choridhirendra shastriram mandir
Previous Post

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

Next Post

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

dharmendravaghela

dharmendravaghela

Related News

ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ
તાજા સમાચાર

કેદારનાથ, બદ્રીનાથ સહીત યાત્રાધામોમાં ભારે વરસાદ અને પૂરનું રેડ એલર્ટ

August 11, 2026
Next Post
વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

વેળાવદર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી : રૂ. 9.98 લાખના મુદ્દામાલ સાથે અક્ષરપાર્કનો શખ્સ ઝબ્બે

ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી

ચૈતર વસાવાના સમર્થનમાં તળાજામાં ‘આપ’ની વિરોધ રેલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.