Monday, August 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નારી ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં જુગાર રમતા ૫ શખ્સો 60 હજાર રોકડા સાથે ઝડપાયા

સદગુરુ કોમ્પલેક્ષની લોબીમાં રાત્રે લાઇટના અંજવાળે ચાલતી જુગારની પ્રવૃત્તિનો પર્દાફાશ; વરતેજ પોલીસ મથકે ગુનો નોંધાયો

dharmendravaghela by dharmendravaghela
2026-08-10 13:40:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે નારી ચોકડી સ્થિત સદગુરુ કોમ્પલેક્ષમાં દરોડો પાડીને જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ૫ શખ્સોને રૂ. ૬૧,૫૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. આ અંગે એલસીબીના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ માનદિપસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલની ફરિયાદના આધારે વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગત મુજબ, તા. ૦૯/૦૮/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે એલસીબી પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે નારી ચોકડી પાસે આવેલા સદગુરુ કોમ્પલેક્ષની ઉપરની લોબીમાં કેટલાક ઈસમો લાઈટના અંજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતા સ્થળ પરથી રાજેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા (ઉ.વ.૩૪, રહે. મિલેટ્રી સોસાયટી પાછળ, પટેલ નગર, પ્લોટ નં.૧૧૮, ભાવનગર), જયપાલસિંહ નટુભા ચુડાસમા (ઉ.વ.૩૭, રહે. પ્લોટ નં.૫૫, રાધા કૃષ્ણ સોસાયટી, કર્મચારીનગર, ભાવનગર), શક્તિભાઈ નારસંગભાઈ મોરી (ઉ.વ.૩૪, રહે. નવા પ્લોટ, વરતેજ ગામ), ગોપાલભાઈ ગગજીભાઈ મેર (ઉ.વ.૪૦, રહે. ખોડીયાર ચોકડી પાછળ, શામપરા ગામ) અને યોગીરાજસિંહ બળુભા સોલંકી (ઉ.વ.૩૬, રહે. પ્લોટ નં.૨૭/એ, વૃંદાવન પાર્ક, નવાગામ, ભાવનગર) ગોળકુંડાળું વાળી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપતાના ૫૨ પાના, રૂ. ૫૦૦ ના દરની ૧૨૩ ચલણી નોટો મળી કુલ રૂ. ૬૧,૫૦૦ ની રોકડ રકમ તથા એક ચાદર કબ્જે કરી પાંચેય આરોપીઓની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Tags: Dharpakadgar
Previous Post

ઝારખંડમાં વિદ્યાર્થીઓની બેરિકેડ ઓળંગી વિધાનસભા તરફ કૂચ

Next Post

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

dharmendravaghela

dharmendravaghela

Related News

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
Next Post
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

એમકેબી યુનિ.માં 'રાષ્ટ્રવંદના સપ્તાહ'નો પ્રારંભ : 'વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી' મોરારીબાપુની ટકોર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.