ગુજરાત પર ફરી એકવાર ચક્રવાતની ઘાત ઉભી છે.હવે એક નહિ બે સંકટ માથે છે. ગુજરાતમાં એકસાથે બે વાવાઝોડા ત્રાટકવાના છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં આવતા અઠવાડિયે ગુજરાતમાં 2 વાવાઝોડાં ત્રાટકવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 5 થી 7 જૂન વચ્ચે પહેલું વાવાઝોડું અને 8 થી 9 જૂન વચ્ચે બીજું વાવાઝોડું ત્રાટકશે. આ સાથે 7 જૂન આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે.
ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. જુન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વાવાઝોડુ ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતના અનેક શહેરોમાં 30 થી 40 કિમીની ઝડપે પવનની શક્યતા છે. આગામી 4 થી 5 દિવસમાં ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલ વાતાવરણમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, તે મુજબ તેની અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે. ખાસ કરીને, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક વિસ્તારોમાં જોવા મળશે. અહી ભારે પવન ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ઝડપી પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિમીની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે.
વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.






