અમદાવાદ
ગુજરાતમાં હાલ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત છે ત્યારે કોંગ્રેસનાં સિનિયર નેતાઓથી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ નારાજ હોવાનું સામે આવ્યું છે.
પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે. ગુજરાતમાં કોંગ્રેસનાં ઈતિહાસની સૌથી ખરાબ હાર છે. ત્યારે હારનું કારણ શોધવાવાળી સત્ય શોધક સમિતિ પર ગ્યાસુદ્દીન શેખે સવાલો ઉઠાવ્યા છે. ગ્યાસુદ્દીન શેખ દ્વારા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટ્વિટમાં ટેગ કરીને માંગ કરી છે. જેમાં દિવસ-રાત મહેનત કરતા નેતાઓને મહત્વ આપવાની માંગ કરી છે.
દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોંચ્યા છે. છેલ્લા કેટલાય સમયથી શુષ્ક અવસ્થામાં રહેલ ગુજરાત કોંગ્રેસમાં નવી ‘શક્તિ’નો સંચાર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલે કમાન સંભાળ્યા બાદ નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો ભરવા કવાયાત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોચ્યા છે.
અચાનક પ્રદેશ પ્રમુખ દિલ્લી રવાના થતા ગુજરાત કોંગ્રેસમાં નવી જૂનીના એંધાણના અણસાર મળી રહ્યા છે. બીજી બાજુ દિલ્લીમાં અગત્યની બેઠક હોવાથી શક્તિસિંહ ગોહિલ દિલ્હી ગયાનું જાણવા મળી રહ્યું છે



