શાહીન શાહ આફ્રિદીએ બનાવ્યો રેકોર્ડ
વાસ્તવમાં બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ 1 વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બાંગ્લાદેશની ઇનિંગ્સની પ્રથમ ઓવર કરનાર શાહીન આફ્રિદીએ એક વિકેટ લઈને ODIમાં ફાસ્ટ બોલર દ્વારા સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ પૂરો કર્યો.
તેણે ઈનિંગની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આફ્રિદીએ પોતાની 51 મેચમાં આ મોટી સિદ્ધિ મેળવી છે. તેના પહેલા સંદીપ લમિચાનેએ 41મી મેચમાં 100 વનડે વિકેટ લીધી હતી અને રાશિદ ખાને 42મી મેચની ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. આ દરમિયાન શાહીન આફ્રિદીએ 52મી મેચમાં આ કારનામું કરનાર મિશેલ સ્ટાર્કનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
ODIમાં પ્રતિ ઈનિંગમાં 100 વિકેટ લેનારા બોલર્સ
સંદીપ લમિચાને- 41 મેચ
રાશિદ ખાન- 42 મેચ
શાહીન આફ્રિદી- 51 મેચ*
મિશેલ સ્ટાર્ક-52 મેચ
સકલીન મુશ્તાક- 53 મેચ
તમને જણાવી દઈએ કે શાહીને 21 સપ્ટેમ્બર, 2018ના રોજ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશતાની સાથે જ અફઘાનિસ્તાન સામે તેની પ્રતિભા બતાવવાનું શરૂ કર્યું. તેણે અત્યાર સુધી વનડેમાં 51 મેચોમાં 101 વિકેટ ઝડપી છે, જેમાં ત્રણ વખત પાંચ વિકેટનો સમાવેશ થાય છે.