ભાવનગર જિલ્લાના પાલીતાણા સિહોર અને ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા ૧૩ શખ્સને પોલીસે ઝડપી લઇ રૂ.૧.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના ગારીયાધાર રોડ પર આવેલ ખારો નદીના પાળા ઉપર જુગાર રમતા ભરત ભીખાભાઈ પરમાર, જીતુ હિંમતભાઈ સોલંકી અને દિલીપ બચુભાઈ ગોહિલને પાલીતાણા ટાઉન પોલીસે ઝડપી લઇ રૂ.૩,૩૯૦ રોકડા કબજે કર્યા હતા.
સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલ પાણીના ટાંકા નજીક જુગાર રમી રહેલા ચાર ઇસમો રાહુલ અરવિંદભાઈ રાઠોડ, વિક્રમ ધરમશીભાઈ સોલંકી, જયેશ હર્ષદભાઈ રાઠોડ અને ર્નિમળ મુકેશભાઈ મેરને ઝડપી લઇ સિહોર પોલીસે રોકડ રકમ તેમજ મોબાઇલ મળી કુલ રૂ.૮૬,૦૫૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ ઉપરાંત આ જ વિસ્તારમાં જુગારની બાજુ માંડી બેઠેલા લશ્કર મગનભાઈ બારૈયા, રવિ બટુકભાઈ બારૈયા, જગદીશ લક્ષ્મણભાઈ ડાભી અને પ્રકાશ અભાભાઈ બારૈયાને રોકડ રકમ તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા ૨૫,૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત ગારીયાધાર તાલુકાના મોટી વાવડી થી જાળીયા ગામ તરફ જવાના રોડ પર આવેલ મામાદેવના સ્થાનક નજીક જુગાર રમી રહેલા નરેન્દ્રસિંહ દિલુભા ગોહિલ અને શૈલેષ ગોવિંદભાઈ નાયકાને ગારીયાધાર પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે મહંમદ ગનીભાઈ ઘાંચી, પ્રવીણ બાલાભાઈ મીઠાપરા, દિનેશ ગોબરભાઇ જાદવ, અશોક ડાયાભાઈ મકવાણા અને દિનેશ નટુભાઈ ચૌહાણ પોલીસને જાેઈને નાસી ગયા હતા. ગારીયાધાર પોલીસે રૂ.૧૬૨૦ રોકડા કબજે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.