Sunday, April 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરમાં G20 બેઠકને લઈ પાકિસ્તાનને લાગ્યા મરચાં

G20 બેઠક યોજીને 'કાશ્મીરના લોકોનો અવાજ દબાવવા'માં સફળ નહીં થાય-બિલાવલ ભુટ્ટો ઝરદારી

aaspassdaily by aaspassdaily
2023-05-22 12:33:47
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કાશ્મીરમાં યોજાનારી જી-20 બેઠકને કારણે હવે પાકિસ્તાનમાં બેચેની જોવા મળી રહી છે. આ તરફ પાકિસ્તાનનાં વિદેશમંત્રીએ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. પાડોશી દેશના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રવિવારે કહ્યું કે, ભારત કાશ્મીરમાં G20 બેઠક યોજીને ‘કાશ્મીરના લોકોનો અવાજ દબાવવા’માં સફળ નહીં થાય.
શ્રીનગર 22-24 મે દરમિયાન ત્રીજી G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન કરી રહ્યું છે. પહેલી બેઠક ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણમાં અને બીજી એપ્રિલમાં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં થઈ હતી. ભારતે ગયા વર્ષે ડિસેમ્બરમાં G20ની વર્ષભરની અધ્યક્ષતા સંભાળી હતી અને હવે સપ્ટેમ્બરની શરૂઆતમાં નવી દિલ્હીમાં નેતાઓની સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. પાકિસ્તાને કાશ્મીરમાં G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક યોજવાના નવી દિલ્હીના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરી છે, તેને “સ્વાર્થી ચાલ” ગણાવી છે.
એક ખાનગી મીડીયા અનુસાર પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં તેમની ત્રણ દિવસીય મુલાકાતે ઉતર્યા બાદ મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રી બિલાવલે કહ્યું, ‘ભારત માટે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોનું ઉલ્લંઘન કરીને વિશ્વમાં મહત્વની ભૂમિકા ભજવવી શક્ય નથી.’ તેમણે કહ્યું, ‘એ સમયે જ્યારે ભારત કાશ્મીરમાં કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. મને PoJKમાં વિધાનસભાને સંબોધવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બિલાવલે કહ્યું કે તે કાશ્મીરી લોકો સાથે એકતા વ્યક્ત કરવા બાગ જિલ્લામાં એક વિરોધ રેલીમાં પણ ભાગ લેશે.તેમણે કહ્યું, ‘હું માનું છું કે જ્યારે કોઈ દેશ ભારત જેવું પગલું ભરે છે ત્યારે તેનો અસલી ચહેરો દુનિયાની સામે આવે છે.

Previous Post

‘મારી ફરીથી ધરપકડ થઈ શકે છે’, ઈમરાન ખાનને સતાવી રહ્યો છે ડર મંગળવારે જામીન માટે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો છું અને મારી ધરપકડ થવાના 80 ટકા ચાન્સ છે- ઈમરાન

Next Post

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી ત્રણ સગીરોના મૃત્યુ

aaspassdaily

aaspassdaily

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી ત્રણ સગીરોના મૃત્યુ

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી ત્રણ સગીરોના મૃત્યુ

પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી તે મજબૂતાઈથી લડી છે- કેન્દ્રીય ગૃહમંત્રી

પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી તે મજબૂતાઈથી લડી છે- કેન્દ્રીય ગૃહમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.