ગુજરાતમા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે: 63 મોત થયા છે તો કુલ 10 હજારને રેસ્ક્યૂ કરાયા છે.
7 જિલ્લામાં અતિવૃષ્ટિની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 15 જુલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદ પડી શકે છે.
રાજકોટ જિલ્લા ની શાળા અને કોલેજ મા રજા
રાજકોટ જિલ્લામાં અવિરતર ચાલુ વરસાદ અને ભારે વરસાદની આગાહી હોવાથી જિલ્લા કલેક્ટર શ્રી અરૂણ મહેશ બાબુ એ શાળા અને કોલેજ મા રજા જાહેર કરી છે.
દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર ધ્વજ અડધી કાઠીએ ચડાવાશે
દેવભૂમિ દ્વારકામાં ભારે પવન અને ખરાબ વાતાવરણના કારણે તા. 15 જુલાઈ સુધી દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર ધ્વજ અડધી કાઠીએ ચડાવાશે. ધ્વજા ચડાવતા પરિવારની સુરક્ષાને ધ્યાને લઇ કલેક્ટર દ્વારા લેવાયો નિર્ણય.